उपलब्धिः पुनर्ज्ञेया प्रमाणान्तरगोचरा ।
धूमात्सम्बन्धतो वह्नेः परोक्षे स्फुरणं न किम् ॥८२॥
upalabdhiḥ punarjñeyā pramāṇāntaragocarā |
dhūmātsambandhato vahneḥ parokṣe sphuraṇaṃ na kim
વળી, ઉપલબ્ધિ (પ્રત્યક્ષ સિવાયના) અન્ય પ્રમાણોના ગોચર(વિષય)વાળી પણ જાણવી જોઈએ; ધૂમમાંથી, (તેના) સંબંધ વડે, અગ્નિનું પરોક્ષ(અદૃશ્ય)માં પણ સ્ફુરણ (ઝબકવું) શું નથી (— એમ ચૈતન્ય અદૃષ્ટ સુધી પહોંચે)?