प्रकृत्यादीश्वरत्वेन सर्वदैव तदात्मता ।
संवित्तिशून्यब्रह्मत्ववादिनां जडतैव सा ॥२९॥
prakṛtyādīśvaratvena sarvadaiva tadātmatā |
saṃvittiśūnyabrahmatvavādināṃ jaḍataiva sā
(ઊલટું અમારે માટે,) પ્રકૃતિ આદિ પર ઈશ્વરત્વ વડે, સદાય તદ્-આત્મતા (તેને આત્મા-રૂપ હોવાપણું છે). (પણ) જે સંવિત્તિ(ચૈતન્ય)-શૂન્ય બ્રહ્મત્વ-વાદી છે, તેમને માટે તે (બ્રહ્મ) કેવળ જડતા (છે).