The Vision of Śiva· 6.106 / 126

The Vision of Śiva6.106

6.106
तस्याधिकमहेशित्वे मोक्षे न्यूनाधिके स्थितिः । बहूनां नायकत्वेऽपि नायकत्वं विहन्यते ॥१०६॥
tasyādhikamaheśitve mokṣe nyūnādhike sthitiḥ | bahūnāṃ nāyakatve'pi nāyakatvaṃ vihanyate
— તેનું ; — અધિક મહેશિત્વ હોય તો ; — મોક્ષમાં ; — ન્યૂન-અધિકની ; — સ્થિતિ ; — ઘણાંની ; — નાયકપણું હોય તોપણ ; — નાયકપણું ; — વિહત (ખંડિત) થાય

તેમાંના (કોઈ એક)નું અધિક મહેશિત્વ (વધારે પરમ-ઐશ્વર્ય) હોય તો મોક્ષમાં ન્યૂન-અધિકની સ્થિતિ (તરતમ-ભાવ) આવે; અને ઘણાંને નાયકપણું હોય તોપણ (પ્રત્યેકનું) નાયકપણું વિહત (ખંડિત) થાય છે.