The Vision of Śiva· 5.18 / 110

The Vision of Śiva5.18

5.18
घटादेर्भवता ज्ञातमाचैतन्यं कथं यदि । चेष्टोन्मेषाद्यभावात्तन्मूर्च्छिते किं करिष्यसि ॥१८॥
ghaṭāderbhavatā jñātamācaitanyaṃ kathaṃ yadi | ceṣṭonmeṣādyabhāvāttanmūrcchite kiṃ kariṣyasi
— ઘટ આદિની ; — તમારે ; — જ્ઞાત ; — અચૈતન્યતા(જડતા) ; — કેવી રીતે ; — જો ; — ચેષ્ટા, ઉન્મેષ(આંખ ઉઘાડવી) આદિના અભાવથી ; — તો ; — મૂર્છિત(બેભાન)ની બાબતમાં ; — શું કરશો

જો (કહો કે) ઘટ આદિની અચૈતન્યતા (જડતા) તમારે જાણેલી છે — તો કેવી રીતે? જો (કહો) ચેષ્ટા, ઉન્મેષ(આંખ ઉઘાડવી) આદિના અભાવથી — તો મૂર્છિત (બેભાન વ્યક્તિ, જેમાં પણ આ કંઈ નથી) ની બાબતમાં શું કરશો (— તેને પણ જડ ગણશો)?