बोधानाम् अपि कर्तृत्वजुषां कार्ममलक्षतौ
भिन्नवेद्यजुषां मायामलो विद्येश्वराश् च ते ॥९॥
bodhānām api kartṛtvajuṣāṃ kārmamalakṣatau
bhinnavedyajuṣāṃ māyāmalo vidyeśvarāś ca te
— બોધ (ચૈતન્ય) રૂપ (ઓ)ને; — પણ, સુધ્ધાં; — જે કર્તૃત્વ ધરાવે છે તેમને; — કાર્મ-મલના ક્ષય થતાં; — જે ભિન્ન વેદ્ય(જ્ઞેય)ને ભજે છે તેમને; — (કેવળ) માયા-મલ (રહે છે); — (છે) વિદ્યેશ્વર (વિદ્યાના સ્વામીઓ); — અને; — તેઓ
જે બોધ (ચૈતન્ય) રૂપ, કર્તૃત્વ ધરાવનારા છે, તેમને — કાર્મ-મલના ક્ષય થતાં, છતાં ભિન્ન વેદ્ય(જ્ઞેય)ને ભજનારા તેમને — (કેવળ) માયા-મલ (રહે છે); અને તે વિદ્યેશ્વર (છે).