न च अत्र सत्तर्कात् शुद्धविद्याप्रकाशरूपात् ऋते अन्यत् योगाङ्गं साक्षात् उपायः तपःप्रभृतेः नियमवर्गस्य अहिंसादेश् च यमप्रकारस्य पूरकादेः प्राणायामवर्गस्य वेद्यमात्रनिष्ठत्वेन क इव संविदि व्यापारः
Transliteration (IAST)
na ca atra sattarkāt śuddhavidyāprakāśarūpāt ṛte anyat yogāṅgaṃ sākṣāt upāyaḥ tapaḥprabhṛteḥ niyamavargasya ahiṃsādeś ca yamaprakārasya pūrakādeḥ prāṇāyāmavargasya vedyamātraniṣṭhatvena ka iva saṃvidi vyāpāraḥ
અને અહીં, શુદ્ધ-વિદ્યાના પ્રકાશરૂપ સત્-તર્ક સિવાય બીજું કોઈ યોગ-અંગ સાક્ષાત્ ઉપાય નથી. તપ આદિ નિયમ-વર્ગનો, અહિંસા આદિ યમ-પ્રકારનો, પૂરક આદિ પ્રાણાયામ-વર્ગનો — એ બધાનો વેદ્ય-માત્ર(કેવળ જ્ઞેય વિષય)માં નિષ્ઠ (કેન્દ્રિત) હોવાથી, સંવિત્ (ચૈતન્ય) ઉપર ક્યો વ્યાપાર (પ્રભાવ) હોય?