सर्वव्याप्त्या स्नेहपूर्णं स्त्र्यादिकायात्मचिन्तनात् ।
जगद्विधेयतामेति किमुतैकशरीरकम् ॥७०॥
sarvavyāptyā snehapūrṇaṃ stryādikāyātmacintanāt |
jagadvidheyatāmeti kimutaikaśarīrakam
સર્વ-વ્યાપ્તિ વડે, સ્નેહ-પૂર્ણ એવા સ્ત્રી આદિના કાય(દેહ)ને આત્મ-રૂપે ચિંતવવાથી જગત્ વિધેયતા (વશ-વર્તિતા)ને પામે છે; તો એક શરીરની તો વાત જ શી (— તે તો સહજ વશ થાય)?