नासंबद्धस्य करणं सत्कार्याच्चेत्स विद्यते ।
सन्नप्यसावसंवेद्यो व्यञ्जकस्याप्यभावतः ॥५०॥
nāsaṃbaddhasya karaṇaṃ satkāryāccetsa vidyate |
sannapyasāvasaṃvedyo vyañjakasyāpyabhāvataḥ
અસંબદ્ધ(કોઈ સંબંધ ન ધરાવનાર)નું કરણ (ઉત્પાદન) થતું નથી; અને જો સત્કાર્ય-મતે તે (પહેલેથી) વિદ્યમાન હોય — તો, સત્ હોવા છતાં, આ (કાર્ય) અસંવેદ્ય (હજુ અજ્ઞાત) છે, કેમ કે વ્યઞ્જક (પ્રગટ કરનાર)નો પણ અભાવ છે (— જે જ અમારો મુદ્દો છે).