यद्यौष्ण्याव्यतिरेकत्वे दृष्टान्तो दाहकाश्रयात् ॥८॥
yadyauṣṇyāvyatirekatve dṛṣṭānto dāhakāśrayāt
(ઉત્તર:) જો ઉષ્ણતા (અગ્નિથી) અવ્યતિરિક્ત હોવાથી, દાહક (બાળનાર)ના આશ્રયને કારણે દૃષ્ટાંત (અમારા પક્ષે જ સિદ્ધ થાય — તેમ શિવ પોતાની અવ્યતિરિક્ત શક્તિને ક્યારેય ગુમાવતા નથી).