स्वाङ्गरूपेषु भावेषु पत्युर् ज्ञानं क्रिया च या
मायातृतीये ते एव पशोः सत्त्वं रजस् तमः ॥४॥
svāṅgarūpeṣu bhāveṣu patyur jñānaṃ kriyā ca yā
māyātṛtīye te eva paśoḥ sattvaṃ rajas tamaḥ
— પોતાના અંગ-રૂપે ભાસતા; — ભાવો(વસ્તુઓ)માં; — પતિ (પ્રભુ)નાં; — જ્ઞાન; — અને ક્રિયા; — અને; — જે; — તે બે, માયા ત્રીજી (ઉમેરાતાં, માયાથી આચ્છાદિત થતાં); — તે જ (બે); — પશુ (બદ્ધ જીવ)ને માટે; — (બને છે) સત્ત્વ, રજસ્ અને તમસ્
પોતાના અંગ-રૂપે ભાસતા ભાવો(વસ્તુઓ)માં પતિ(પ્રભુ)નાં જે જ્ઞાન અને ક્રિયા છે — તે જ બે, માયા ત્રીજી (ઉમેરાતાં, એટલે માયાથી આચ્છાદિત થતાં), પશુ(બદ્ધ જીવ)ને માટે સત્ત્વ, રજસ્ અને તમસ્ (બને છે).