तत्त्वज्ञानिनस् तु न को ऽप्य् अयम् अन्त्येष्ट्यादिश्राद्धान्तो विधिः उपयोगी तन्मरणं तद्विद्यासन्तानिनां पर्वदिनं संविदंशपूरणात् तावतः सन्तानस्य एकसंविन्मात्रपरमार्थत्वात् जीवतो ज्ञानलाभसन्तानदिवसवत्
Transliteration (IAST)
tattvajñāninas tu na ko 'py ayam antyeṣṭyādiśrāddhānto vidhiḥ upayogī tanmaraṇaṃ tadvidyāsantānināṃ parvadinaṃ saṃvidaṃśapūraṇāt tāvataḥ santānasya ekasaṃvinmātraparamārthatvāt jīvato jñānalābhasantānadivasavat
પણ તત્ત્વ-જ્ઞાનીને તો — અંત્યેષ્ટિથી શ્રાદ્ધ સુધીનો — આ કોઈ વિધિ ઉપયોગી નથી; એનું મરણ, એની વિદ્યા-સંતાન (જ્ઞાન-પરંપરા)વાળાઓ માટે પર્વ-દિવસ (ઉત્સવ) (છે) — સંવિત્-અંશના પૂરણ (ભરાવા)થી, એટલા સંતાન (પરંપરા)નું એક-સંવિત્-માત્ર-પરમાર્થત્વ (એક જ ચેતના-રૂપ પરમ-સત્ય) હોવાથી — જેમ જીવિતના જ્ઞાન-લાભની સંતાન (પરંપરા)નો દિવસ.