तत्र यद्य् अपि देहे सबाह्याभ्यन्तरम् ओतप्रोतरूपः प्राणः तथापि प्रस्फुटसंवेद्यप्रयत्नः असौ हृदयात् प्रभृति इति तत एव अयं निरूपणीयः
Transliteration (IAST)
tatra yady api dehe sabāhyābhyantaram otaprotarūpaḥ prāṇaḥ tathāpi prasphuṭasaṃvedyaprayatnaḥ asau hṛdayāt prabhṛti iti tata eva ayaṃ nirūpaṇīyaḥ
ત્યાં, જોકે દેહમાં બાહ્ય-આભ્યંતર સહિત પ્રાણ ઓત-પ્રોત (તાણા-વાણાની જેમ વણાયેલો) રૂપે રહેલો છે, તોપણ — જેનો પ્રયત્ન (પ્રયાસ) સ્પષ્ટપણે સંવેદ્ય (અનુભવાય તેવો) છે એવો એ (પ્રાણ) હૃદયથી માંડીને (પ્રવર્તે છે) — એમ ત્યાંથી જ આનું નિરૂપણ કરવું.