तथा उभयात्मकपरामर्शोदयार्थं बाह्याभ्यन्तरादिप्रमेयरूपभिन्नभावानपेक्षयैव एवंविधं तत् परं तत्त्वं स्वस्वभावभूतम् इति अन्तः परामर्शनं जपः
Transliteration (IAST)
tathā ubhayātmakaparāmarśodayārthaṃ bāhyābhyantarādiprameyarūpabhinnabhāvānapekṣayaiva evaṃvidhaṃ tat paraṃ tattvaṃ svasvabhāvabhūtam iti antaḥ parāmarśanaṃ japaḥ
તથા, ઉભયાત્મક (વિશ્વોત્તીર્ણ અને વિશ્વમય બંને) પરામર્શ(વિમર્શ)ના ઉદય માટે — બાહ્ય, આભ્યંતર આદિ પ્રમેય(જ્ઞેય)-રૂપ ભિન્ન ભાવોની અપેક્ષા વગર જ — ‘એવા પ્રકારનું તે પરમ તત્ત્વ મારો સ્વભાવભૂત જ છે’ એમ અંતઃ-પરામર્શન (આંતરિક વિમર્શ) — તે જપ.