यत्रोपरि न हस्तादि नेयमीश्वरसंनिधौ ।
तत्र पादविहारादेः स्फुटमेव निषिद्धता ॥२४॥
yatropari na hastādi neyamīśvarasaṃnidhau |
tatra pādavihārādeḥ sphuṭameva niṣiddhatā
(આક્ષેપ:) જ્યાં ઉપર હાથ આદિ (ઊંચા) ન કરાય, આ (અનુચિતતા) ઈશ્વરની સંનિધિ(હાજરી)માં (છે); ત્યાં પગે ચાલવા આદિનો સ્પષ્ટ રીતે જ નિષેધ છે (— પણ જો સર્વ શિવ હોય તો આ નિયમો નિરર્થક).