यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥
८-२३ ॥
yatra kāle tvanāvṛttimāvṛttiṃ caiva yoginaḥ |
prayātā yānti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha ||
8-23 ||
હે ભરતશ્રેષ્ઠ, જે કાળે પ્રયાણ કરનારા યોગીઓ અનાવૃત્તિ (પુનરાવર્તન-રહિતતા) પામે છે, અને જે કાળે આવૃત્તિ (પુનરાવર્તન) પામે છે, તે કાળ હું કહીશ.