स नैसर्गिक एवास्ति विकल्पे स्वैरचारिणि
यथाभिमतसंस्थानाभासनाद् बुद्धिगोचरे ॥१०॥
sa naisargika evāsti vikalpe svairacāriṇi
yathābhimatasaṃsthānā-bhāsanād buddhigocare
— તે (આંતરિક આભાસ); — નૈસર્ગિક (સ્વાભાવિક) જ; — છે (√अस्); — વિકલ્પમાં; — જે સ્વૈર-ચારી (સ્વતંત્ર રીતે વિચરનાર) છે તેવા; — (કેમ કે તેમાં) ઇચ્છા પ્રમાણે સંસ્થાન(આકાર) ભાસવાથી; — જે બુદ્ધિ-ગોચર (બુદ્ધિ-ક્ષેત્રવાળું) છે તેવા
બુદ્ધિ-ગોચર (બુદ્ધિના ક્ષેત્રમાં) સ્વૈર-ચારી (સ્વતંત્ર રીતે વિચરનાર) વિકલ્પમાં પણ તે નૈસર્ગિક જ છે, કેમ કે તેમાં ઇચ્છા પ્રમાણે સંસ્થાન(આકાર) ભાસે છે.